ફુલેસણા ગામમાં શ્રી શંકર ભગવાન અને શ્રી જોગણી માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગે વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી..

પાટણ તા.14
એક તરફ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વૈશાખ માસની લગ્ન સરાની સિઝન પુર બહારમાં ખીલી છે તો બીજી તરફ ધાર્મિક મંદિરોમાં પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના ઉત્સવો પણ ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આયોજિત કરવામાં આવતાં પ્રસંગોનો લોકો લ્હાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે.
શનીવાર નાં રોજ પાટણ તાલુકાના ફુલેસણા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી શંકર ભગવાન તથા શ્રી જોગણી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો ભક્તિ સભર માહોલમાં મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.


આ ધાર્મિક પ્રસંગને અનુરૂપ સમસ્ત ગ્રામજનો દ્વારા મંદિર પરિસર ખાતે વિવિધ ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે ગ્રામજનો નાં આમંત્રણ ને માન આપીને ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલનું સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફુલેસણા ગામમાં શ્રી શંકર ભગવાન અને શ્રી જોગણી માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ભગવાન શ્રી શંકર અને શ્રી જોગણી માતાજીની પુંજા અચૅના કરી વિશ્વ કલ્યાણની કામના સાથે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.