#PATAN_CITY : પ્રાથમિક સુવિધાઓથી વંચિત વોર્ડ નંબર 9 અને 10 ના રહિશો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ.

અવાર નવાર ઉભરાતી ભૂગર્ભ ગટરો,ઉબડ ખાબડ રોડ રસ્તા, અનિયમિત સ્વચ્છતા સહિતના પ્રશ્ને રહિશો પરેશાન..

ચુંટાયેલા કોર્પોરેટરો વિસ્તાર પ્રત્યે દુર્લક્ષ સેવતાં રહિશોમાં આક્રોશ..

વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માંગ ઉઠી..

પાટણ તા.14
પાટણ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ની વિવિધ યોજનાકીય ગ્રાન્ટ માંથી અનેક વિસ્તારોમાં વિકાસ નાં કામો કરવામાં આવી રહ્યા હોવાનું પાલિકાના સત્તાધીશો જણાવી રહ્યા છે ત્યારે આજની તારીખે વોડૅ નં 9 અને 10 વિસ્તારના રહીશો જરૂરી પ્રાથમિક સુવિધાઓ ને લઈને મુશ્કેલી ભોગવી રહ્યા હોવાની બુમરાણ ઉઠવા પામી છે તો વિસ્તાર માંથી ચુંટાયેલા કોર્પોરેટરો પણ વિસ્તારના વિકાસ કામો માટે દુલક્ષ સેવતાં રહિશો માં કોર્પોરેટરો પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.


પાટણ શહેરના વોડૅ નં 9-10 માં અવાર નવાર ઉભરાતી ભૂગર્ભ ગટરો,બંધ સ્ટ્રીટ લાઈટો,ઉબડ ખાબડ રોડ રસ્તાઓ, અનિયમિત સ્વચ્છતા અને પાણીનાં પ્રશ્નો ને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે તો આ વિસ્તારના કોર્પોરેટરો પણ ચુંટાયા બાદ વિસ્તાર પ્રત્યે દુર્લક્ષ સેવતા હોવાના કારણે આ વિસ્તારની સમસ્યાઓ વણ ઉકેલાયેલ રહેવા પામી છે.આ વિસ્તારમાં અવાર નવાર ઉભરાતી ભૂગર્ભ ગટરો અને પાણીની પાઈપલાઈન માં સજૉતા ભંગાણ ને કારણે માર્ગો પર પાણીની રેલમછેલ જોવા મળતી હોય છે તો માગૅ પર રેલાતા પાણીનાં કારણે માર્ગો નાં ધોવાણ થતાં ઉબડખાબડ બન્યા છે જેનાં કારણે રાહદારીઓ અને વાહનચાલકો સહિત વિસ્તારના લોકોને યાતનાઓ ભોગવવી પડી રહી છે તો છેલ્લા બે વર્ષથી આ વિસ્તારના કાલીબજાર,ગુલશન નગર,આનંદ નગર, મન્નત રેસીડેન્સી તરફના માગૅની હાલત બદતર બની હોવા છતાં આજદિન સુધી આ માગૅ નું નવીનીકરણ કરવામા નહીં આવતા લોકો માં પાલિકા પ્રત્યે આક્રોષ જોવા મળી રહ્યો છે.


પાલિકા સત્તાધીશો દ્વારા શહેરના વિકાસ ની સાથે સાથે વોડૅ નં 9-10 વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.