ભાટસણ ગામે દલિત પરિવાર નાં વરધોડા દરમિયાન પથ્થરમારો કરનારા 19 સામે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો..

પરિવાર નાં મોભી દ્વારા લગ્ન સંપન્ન બન્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ નાં ચક્રો ગતિમાન કર્યા..

પાટણ તા.14
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે તાજેતરમાં દલિત યુવાનના વરઘોડા દરમિયાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારાની ઘટના બની હતી. જે ધટનાની ગતરોજ વાગડોદ પોલીસ મથકે 19 હુમલાખોરો સામ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવતાં એસસીએસટી સેલના ડીવાયએસપી આર પી ઝાલા એ તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


આ બાબતે મળતી હકીકત મુજબ અમદાવાદમાં દધિચી એપાર્ટમેન્ટ, મહેશ્વરી મીલ કંપાઉન્ડ, દુધેશ્વર રોડ ખાતે રહેતા રામજીભાઈ હીરાભાઈ પરમારે તેમના પુત્રના લગ્ન પ્રસંગ દરમ્યાન વરરાજાનો ઘોડા ઉપર ભાટસણ ગામે વરઘોડો નીકાળેલ. તે વખતે ગામના કેટલાક ઇસમો પોતાનો હેતુ પાર પાડવાના ઇરાદે ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઇ અપશબ્દો બોલી તેમજ જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી તમે ઘોડા ઉપર કેમ વરઘોડો કાઢયો છે. તેમ કહી છૂટા પથ્થરો તેમજ ઇંટોના રોડા તેમજ ગડદાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી.


આ બનાવની જાણ પોલીસ તંત્રને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત પરિવાર નાં દિકરા ના લગ્ન કરાવ્યા હતા.
લગ્ન સંપન્ન થયાં બાદ દલિત પરિવાર નાં મોભી દ્વારા પથ્થરમારો કરનારા 19 જેટલા ઈસમો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બનાવ સમયે પોલીસ દ્વારા છ શખ્સોને ઘટના સ્થળેથી ડિટેઇન કરવામાં આવ્યા હતા.


વાગડોદ પોલીસ મથકેઆ 19 શખ્સો સામે ગુનો નોંધાયો છે


ઠાકોર રામચંદજી મોબતાજી, ઠાકોર ઇશ્વરજી સ્વરૂપજી,
ઠાકોર અરવિંદજી જયંતીજી, ઠાકોર ગણપતજી જયંતીજી,
ઠાકોર વિક્રમજી જયંતીજી, ઠાકોર રણજીત માવજીજી,
ઠાકોર હવાજી માવજીજી, ઠાકોર રમેશજી રામચંદજી,
ઠાકોર દશરથજી વેરસીજી, ઠાકોર નવધણજી સહદેવજી,
ઠાકોર મોડણજી છત્રાજી, ઠાકોર નરેશજી રમેશજી,
ઠાકોર હિંમતજી માવજી, ઠાકોર કમશીજી માનસુંગજી,
ઠાકોર બાસ્કુજી તરસંગજી, ઠાકોર જેણાજી અનુપજી,
ઠાકોર કેવળજી સાયબાજી, ઠાકોર પોપટજી હવજીજી,
ઠાકોર બાબુજી બલુજી

તમામ રહે.ભાટસણ વાળા સામે પોલીસ દ્વારા તપાસ નાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.