રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે દિકરા નાં લગ્ન પહેલા ઈલેક્ટ્રીક શોટૅ લાગતા માતા નું મોત નિપજ્યું..

દીકરાની જાન જવાની તૈયારી હતી તેવા સમયે પંખો ચાલુ કરવા જતાં શોર્ટ લાગ્યો..

પરિવારમાં ખુશીનો માહોલ શોકમા પલટાયો:લાશને પી.એમ.માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી..

પાટણ તા.૧૫
રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે રેહતા ખેડૂત પરિવારમાં દિકરા ના લગ્ન ની જાન પ્રસ્થાન પામે તે પૂર્વે જ માતા નું ઈલેક્ટ્રીક શોટૅ લાગતા મોત નિપજતાં પરિવાર માં ખુશી નો માહોલ માતમમાં ફેરવાયો હતો.


આ ધટના ની મળતી હકીકત મુજબ રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે રહેતા પરમાર પરિવાર નાં ત્યાં લગ્ન પ્રસંગ હોય દિકરાની જાન પ્રસ્થાન પામે તે પૂર્વે વર ની માતા પરમાર ધનીબેન ભાનુભાઇ ઉંમર વર્ષ 48 પંખો ચાલુ કરવા જતાં ઈલેક્ટ્રીક શોટૅ લાગતાં તેઓનું ધટના સ્થળે જ મોત નિપજ્તા લગ્ન નો હસી ખુસી નો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. દીકરાની જાન જતી વખતે માતાનું મોત નિપજતાં પરિવાર જનોમાં શોક છવાયો હતો તો જાવંત્રી ગામમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી. મૃતકની લાશને રાધનપુર રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.