#PATAN : યસ વિહાર મિત્ર મંડળ દ્વારા શ્રી હરિ ઓમ ગૌશાળાના લાભાર્થે આયોજિત ભવ્ય લોકડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો…

ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો એ મોડી રાત સુધી ડાયરાની રંગત જમાવતા જીવદયાપ્રેમીઓ મન મુકીને વરસ્યા..

પાટણ તા.૧૫
પાટણ શહેરમાં જીવદયાની પ્રવૃત્તિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા અબોલ જીવો માટે વિવિધ કાર્યક્રમો યોજી દાન-ભેટ એકત્ર કરવામાં આવતી હોય છે ત્યારે બીમાર દેશી ગૌમાતાની દેવ ભાવથી સેવા કરતી શ્રી હરિ ઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ ના લાભાર્થે શનિવારના રોજ યસ વિહાર મિત્ર મંડળ પાટણ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું.


ગૌશાળાના લાભાર્થે આયોજિત કરવામાં આવેલ આ ભવ્ય લોક ડાયરા માં ગુજરાત નાં ખ્યાતનામ કલાકારો દેવાયત ખાવડ, કિંજલ દવે અને શિતલ બારોટ દ્વારા લોક ડાયરાની મોડી રાત સુધી રમઝટ બોલાવી હતી. આ ભવ્ય લોક ડાયરા દરમિયાન પાટણના જીવદયાપ્રેમી સહિત દાતાઓ દ્વારા નોટો નો વરસાદ વરસાવી હરિ ઓમ ગૌશાળા માં આશ્રય મેળવી રહેલા અબોલ જીવો ને મદદરૂપ બન્યા ની ખુશી વ્યક્ત કરી હતી.


અનાવાડા સ્થિત શ્રી હરિ ઓમ ગૌશાળા નાં લાભાર્થે આયોજિત કરાયેલા આ ભવ્ય લોક ડાયરા ને સફળ બનાવવા હરિઓમ ગૌશાળાના સેવાભાવી સંચાલકો સહિત યશ વિહાર મિત્ર મંડળના સેવાભાવી કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.