પાટણ જિલ્લા યુથ કોંગ્રેસની સોશિયલ મિડિયાની મીટીંગ યોજાઈ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજય માં સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવશે : ભાવિક રામી.

પાટણ તા.૧૫
પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રવિવારે યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની મીટીંગ યોજવામાં આવી હતી. આં મિટિંગમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રભારી કે. કે. શાસ્ત્રીએ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યુ હતું.


પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાવિક રામીએ મિટિંગમાં ઉપસ્થિત કાર્યકરોનો જોમ અને જુસ્સો વધારતાં કહ્યું હતું કે પેહલાનાં જમાનામાં રાજા રજવાડાં રણમેદાનમાં યુધ્ધ કરતાં હતાં અને અત્યારે રાજકારણમાં સફળતાં પ્રાપ્ત કરવા સોશિયલ મીડિયા મહત્વની ભૂમિકા ભજવે છે. તેમને એમ પણ કહ્યુ હતું કે 2022 ના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય પ્રાપ્ત કરાવવામાં સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવશે.


ભાવિક રામી દ્વારા આગામી ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારે ચાર બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કો.ઓર્ડીનેટર નવનીત જૈન દ્વારા કાર્યકરોને સોશિયલ મીડિયાનું પાયાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આં મિટિંગમાં પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારી નરસિંમ્હા યાદવ, પાટણ જિલ્લા સોશિયલ મિડિયાના પ્રમુખ કૌશિક સોની, યુથ કોંગ્રેસના મહામંત્રી હાર્દિક પટેલ, સુહાગ બારોટ, અર્શદ શેખ, રાહુલ બારોટ, અશોક દેસાઈ, કરણ પરમાર તથા મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયાના કાર્યકરો હાજર રહ્યા હતાં.