પાટણ પોલીસે સિદ્ધપુર નજીકથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું, 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

કાર્યવાહીમાં એક શખ્સને ઝડપી લેવાયો:અન્ય ત્રણ સામે ગુનો નોંધાયો..

પાટણ તા.૧૬
પાટણના સિદ્ધપુર હાઇવે પરથી એસઓજી પોલીસ અને એલસીબી પોલીસે બાતમીના આધારે રાત્રે પાલનપુર થી અમદાવાદ તરફ વિદેશી દારૂ ભરીને લઈ જતું કન્ટેનર ઝડપી પાડ્યુ હતુ. જેમાથી 588 પેટી સાથે એક શખ્સની ઝડપી કુલ 30.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


જિલ્લા પોલીસવડા વિજય પટેલ દ્વારા શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા કડક સુચના આપવામાં આવી છે. ત્યારે એસઓજી પીઆઈ વી.આર.ચૉધરી એસઓજી ટીમ અને એલસીબી પાટણના પોલીસ સ્ટાફ સિદ્ધપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


આ દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રક નંબર.(GJ-27-TT-7030)માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી પાલનપુર તરફથી આવી મહેસાણા તરફ જનાર છે. બાતમીના આધારે પોલીસે સિદ્ધપુર તાવડીયા ચાર રસ્તા પાસે નાકા બંદી કરી પૂછપરછ કરી તપાસ કરતા કન્ટેનર માંથી વિદેશી દારૂની 588 પેટી દારૂમાં 14 616 બોટલનો જથ્થો જેની કિંમત 19.89 લાખ અને કન્ટેનર મળી 30.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એકને શખ્સ ને ઝડપી પાડ્યો હતો. જ્યારે ત્રણ સામે ગુનો દાખલ કરી
વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.