યુવાનોની વાત રજૂ કરવા માટે યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ અનેરું પ્લેટફોર્મ પૂરું પાડશે..

અન્યાય સામે અવાજ યુવાધન ઉઠાવી શકે તે માટે ઇન્ડીયન યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા બોલ પ્રોગ્રામનું લોન્ચિંગ કરવામાં આવ્યું..

પાટણ તા.18
પાટણ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા યુવાનોને પ્લેટફોર્મ મળી રહે તે માટે યંગ ઇન્ડિયા બોલનું લોન્ચિંગ મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા બોલ માત્ર કોમ્પિટિશન નથી પરંતુ યુવાનો માટે રાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સોનેરી તક ઊભી કરશે. અને અન્યાય સામે ગુજરાતના યુવાનો બોલતા કરશે. યુવાનો યંગ ઇન્ડિયા બોલમાં ભાગ લઈને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટીયા, પાટણ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભાવેશભાઇ વાઢેર, સિધ્ધપુર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ દેસાઈ, જૈમિન ભાઈ પટેલ, યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા કોઓર્ડીનેટર કૌશિકભાઇ જૈન હર્ષદભાઈ શેખ, પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારી નરસીમા યાદવજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.