ભારત સહીતના અનેક દેશમાં મેટા અને ઈન્સ્ટાગ્રામની સેવાઓ ખોરવાઈ, અનેક યૂઝર્સ પરેશાન

યુએસએ, યુકે, સહીતના દેશોમાં આ સેવાઓ મેટાની ખોરવાઈ છે. મેટામાં વેબસાઈટમાં ખામી નોંધાઈ છે.

ભારત સહીતના અનેક દેશમાં મેટા અને ઈન્સ્ટાગ્રામની સેવાઓ ખોરવાઈ છે. અનેક યુઝર્સ તેનાથી પરેશના થઈ રહ્યા છે. ખાસ કરીને સૌથી વધુ યુઝ થતી સોશિયલ મીડિયા સાઈટ્સ જેમાં ખાસ કરીને મેટામાં આ પ્રકારની બગ જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામની સેવામાં પણ અવરોધ જોવા મળી રહ્યો છે. હજારો યુઝર્સે મેટા, ઈન્સ્ટાગ્રામની સેવાઓ સરખી રીતે ના ચાલતા ફરીયાદો કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયાની આ બે સાઈટ્સ ખોલતા જ બંધ થઈ જાય છે ગઈ કાલથી આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે.ખાસ કરીને ભારત ઉપરાંત અન્ય દેશોની વાત કરીએ તો યુએસએ, યુકે, સહીતના દેશોમાં મેટાની સેવાઓ ખોરવાઈ છે. મેટામાં વેબસાઈટમાં ખામી નોંધાઈ છે. વોટ્સએપમાં પણ ક્યાંક ક્યાંક આ પ્રકારની ખામી સામે આવી છે. ડાઉનડેક્ટરના રીપોર્ટ મુજબ, મેટા પ્લેટફોર્મની અંદર આ પ્રકારનો ઈસ્યૂ સામે આવ્યો છે. 

ગઈ કાલે સામે આવેલી આ પ્રકારની એરર આજે પણ સામે આવી રહી છે જેના કારણે યુઝર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં સૌથી વધુ યુઝ ફેસબુક કરતા પણ વધુ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેમના આ સામનો કરવો પડી રહ્યો છે.