હળવદમાં દીવાલ ધરાશાયી થતા 09 મજૂરોના મોત, 30 મજૂરો દટાયાની આશંકા

મીઠાની થેલીનો વજન વધતા દીવાલ થઇ ધરાશાયી. હાલ કલેક્ટર જે. એન પટેલ ઘટના સ્થળે પહોંચ્યા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિઘડીયા ગામે આજે બપોરના 12 વાગ્યે કરુણ ઘટના સર્જાઈ હતી. હળવદના દિઘડીયા ગામે દીવાલ ધરાશાયી થતા 09 મજૂરોના મોત થયા છે અને 30 મજૂરો દટાયાની આશંકા સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિઘડીયા ગામે મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતા 09 લોકોના મોત થયાના સમાચાર આવી રહ્યા છે જયારે 30 કે તેથી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ શ્રમિકો મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ ધરાશાયી થઇ છે. હાલ મૃતદેહને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

આ ઘટના સ્થળે પોલીસ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ છે અને ઘાયલ શ્રમિકોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા છે. આ ઘટના બનતા કલાકો સુધી રેસ્ક્યુની કાર્યવાહીની રાહ જોવામાં આવી તેમજ JCBની મદદથી મૃતદેહને બહાર કાઢવમાં આવી રહ્યો છે. મીઠાની થેલી એકાએક ઉપરાઉપરી પડતા મજુરો દટાયા હતા. 

હળવદના GIDCમાં બની હતી આ ઘટના. મીઠાની થેલીનો વજન વધતા દીવાલ થઇ ધરાશાયી. હાલ કલેક્ટર જે. એન પટેલ ઘટના સ્થળે પહોંચ્યા.