નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી ગેંગનો પાટણ એલસીબી પોલીસે કર્યો પર્દાફાશ

બે ઈસમો ની અટકાયત કરી સંડોવાયેલા અન્ય બે ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવતી પોલીસ..

પાટણ તા્18
ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓના નકલી ડ્રાયવીંગ લાયન્સસ (સ્માર્ટ કાર્ડ) બનાવતી ગેંગનો પર્દાફાસ કરી બે ઇસમોને પાટણ એલ.સી.બી. ટીમે આબાદ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આઇ.જી.પી.જે.આર મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પો.અધિક્ષક વિજય પટેલ પાટણ દ્વારા જિલ્લામાં મિલ્કત તેમજ ચીટીંગ સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા સબંધે કરેલ સુચના આધારે એલ.સી.બી. પાટણ પોલીસ સ્ટાફના માણસો દ્વારા બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પટેલ ભાવીકકુમાર રમેશભાઈ રહે બાલીસાણા તા.જી.પાટણ તથા ઠાકોર નરેશજી ગાંડાજી રહે.આંબલીયાસણ તા.જી.પાટણવાળાઓને ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ (સ્માર્ટ કાર્ડ) નંગ-૯ તથા એક કલર કોપી ડ્રા.લા સાથે પકડી પાડી એલ.સી.બી ઓફીસ પાટણ ખાતે લાવી વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં પોતે તથા તેમની સાથે અન્ય બે ઇસમો મળી પોતાના સગા સબંધીઓને વાહન ચલાવતી વખતે પોલીસ રોકે નહી કે દંડ કરે નહી તે સારૂ સબંધીઓ પાસેથી નાણા લઈ ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપતાં હોઇ જે સંબધે પકડાયેલ બંન્ને ઇસમો તેમજ પકડવાના બંન્ને ઇસમોની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ તજવીજ સારૂ બાલીસણા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.


ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓના નકલી ડ્રાયવીંગ લાયન્સસ (સ્માર્ટ કાર્ડ) બનાવતી ગેંગનો પર્દાફાસ કરી બે આરોપીઓને પાટણ ક્રાઇમ બ્રાન્ચના અધિ/કર્મચારીઓએ પકડી પાડી પદૉફાશ કરી પટેલ ભાવીકકુમાર રમેશભાઈ રહે બાલીસણા તા.જી.પાટણ અને ઠાકોર નરેશજી ગાંડાજી રહે આંબલીયાસણ તા.જી પાટણ ઝડપી લીધા છે જ્યારે સંધી (ડફેર) સુલતાન કરીમભાઈ ઉમરભાઈ રહે બાલીસણા તા.જી.પાટણ, મોન્ટુ યાદવ રહે. ઉત્તરપ્રદેશ ને પકડી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.