ઉ.ગુ નું સૌથી મોટું સ્પોર્ટ સંકુલ પાટણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે તૈયાર કરવામાં આવ્યું..

5200 ચો.મી માં 8.50 કરોડના ખર્ચે અધતન સુવિધાઓ વાળા સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું..

800 થી 1000 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે..

પાટણ તા.18
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી કેમ્પસના ગ્રાઉન્ડમાં રૂસાની ગ્રાન્ટ માંથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની તમામ રમતો રમી શકાય તે માટેનું ઉ.ગુ નું પ્રથમ સ્પોર્ટ સંકુલ કેે જે રૂ.8.50 કરોડના ખર્ચે 2018 માં બનાવાનું શરૂ કરવામાં આવ્યું હતું.જે 2022 માં પુણ થયું છે. આ સ્પોર્ટ સંકુલ માં 1 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

ખેલાડી અને પ્રેકસકોના આવન જાવન ની પણ અલગ વ્યવસ્થા બાંધકામ શાખા દ્વારા કરવામાં આવી છે. આ સ્પોર્ટ સંકુલ માં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી 500 કરતા વધુ કોલેજો ના વિદ્યાર્થીની ઇન્ટર કોલેજ સ્પર્ધા અને ઇન્ટર યુનિવર્સિટી માટેની તૈયારી કરી શકે તેવા ખેલાડીઓ માટે આ સ્પોર્ટ સંકુલ ઉપીયોગી બનશે.

આ સ્પોર્ટસ સંકુલમાં પ્રથમ પોર્ટ ( હોલમાં ) 50 મીટર બાય 30 મીટરનો છે.જેમાં વોલીબોલ બાસ્કેટ બોલ,લોન્ગ ટેનિસ ,ખો – ખો ,કબડ્ડી રમી શકાશે.તો બીજા પોર્ટમાં 20 મીટર બાય 19.50 મીટર નો છે.જેમાં બેડમિન્ટલ રમી શકાશે.જ્યારે ત્રીજા પોર્ટમાં 13 મીટર બાય 15 મીટર નો છે.જેમાં ટેબલ ટેનિસ રમાશે આમ તમામ ઇન્ડોર ગેમ આ સ્પોર્ટસ સંકુલ માં રમાઈ શકશે.જ્યારે કસરત અને પ્રેકટિક્સ માટે લેટેસ્ટ જીમ ની અલગ સુવિધા કરાઈ છે . સ્પોર્ટ્ સંકુલ ની બહાર ની સાઈડ કોમન પાર્કિંગ અને અંદર સાઈડમાં વીઆઈપી પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં 8.50 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ સંકુલ માં સ્થાનિક થી લઇ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય રમતો રમી શકે તેવું વિશાળ સંકુલ તૈયાર કરાયું છે.આ સ્પોર્ટ્સ સંકુલ નું યુનિ દ્વારા આગામી સમય માં સ્પર્ધાઓ અને ખેલાડીઓને તૈયારી માટે ખુલ્લું મુકવામાં આવનાર હોવાનું યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલે જણાવ્યું હતું.