પાટણની રેડક્રોસ શાખાને ગુજરાતમા સૌથી વધુ ડોનેશન એકત્ર કરવાનો એવોર્ડ એનાયત કરતા રાજ્યપાલ..

પાટણ તા.19
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાની સને 2019-20 અને 2020-21ના વર્ષની સામાન્ય જનરલ સભા રેડક્રોસ ભવન ગુજરાત રાજ્યના પ્રમુખ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાટણ જિલ્લા શાખા પાટણને સને 2019-20 અને 2020-21ના વર્ષ માટે ગુજરાત ખાતે સૌથી વધુ ડોનેશન એકત્ર કરવાનો પહેલા નંબરનો એવોર્ડ મળ્યો છે.


જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાટણના ચેરમેન ડો જે કે પેટલ,ગુજરાત રાજ્ય શાખા ના કારોબારી સભ્ય ડૉ. મોહનભાઇ એલ. પટેલ અને જયેશભાઇ આર. ત્રિવેદીએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્યના પ્રમુખ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે એવોર્ડ સ્વીકાર કર્યો હતો.