બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એમબીબીએસ ડોકટર ની નિમણુક કરવા માંગ ઉઠી..

આરોગ્ય મંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરતાં પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન….

પાટણ તા.19
પાટણ જિલ્લાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટરની ખાલી પડેલી જગ્યા પર તાત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત રાજ્યના આરોગ્ય મંત્રી ને પત્ર દ્વારા પાટણ તાલુકા પંચાયત કચેરી નાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ લખાયેલા પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ.બી.બી.એસ ડોક્ટર પ્રાપ્તિબેન પટેલ ની આરોગ્ય બાબતની કામગીરી બાલીસણા નાં ગ્રામજનો માં પ્રસંશનીય રહેવા પામી હતી પરંતુ પ્રાપ્તિબેન પટેલ ને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જવાનું હોય તેઓએ સ્વેચ્છાએ પોતાનું રાજીનામું આપતા છેલ્લા કેટલાક સમયથી બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એમ.બી.બી.એસ તબીબ ની જગ્યા ખાલી પડી હોય જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા આરોગ્ય મંત્રી ને કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.