સ્વ બિપીનચંદ્ર પટેલ નાં આત્માની શાંતિ માટે આંગણવાડીના બાળકોને પોષણ યુક્ત આહાર પિરસવામાં આવ્યો..

પાટણ તા.19
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ નાં કાકાના દિકરા ભાઈ અને પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલના નાના ભાઈ સ્વ.બિપીનચંદ્ર ગણપતલાલ પટેલ ના આત્માની શાંતિ માટે તેઓનાં પરિવારજનો દ્વારા ગુરૂવારે શહેરના વોર્ડ નં 11 માં આવતી 7 આંગણવાડીના બાળકોને પોષ્ટીક આહાર શિરો અને મગ નું ભોજન પિરસવામાં આવ્યું હતું.


આંગણવાડીના સંચાલક બહેનો સહિત સ્ટાફ પરિવાર સાથે બાળકોએ સ્વ બિપીનચંદ્ર પટેલ નાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી બે મિનિટ નું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આંગણવાડીના બાળકોને પોષ્ટીક ભોજન પિરસવાના આ કાયૅ માં સ્વ.બિપીનચંદ્ર પટેલના મોટા ભાઈ અને ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..