#PATAN : મ્યુઝિયમ ખાતે વિશ્વ સંગ્રહાલય દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો..

જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સહિત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા…

પાટણ તા.19
ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં રાણકીવાવ માર્ગ પર આવેલા પાટણ મ્યુઝિયમ ખાતે વિશ્વ સંગ્રહાલય દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ મ્યુઝિયમ ખાતે આયોજિત કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી તો સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળી ઉપસ્થિત શ્રોતા ગણ મંત્રમુગ્ધ બન્યા હતા.


રાણકીવાવ માર્ગ પર આવેલા પાટણ મ્યુઝિયમ ખાતે વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજિત કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા વહીવટી અધિકારીઓ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.