ચાણસ્મા સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ના ટ્રસ્ટીઓએ ઝિલીયા આશ્રમ ખાતે પદ્મ શ્રી માલજીકાકા નું હુંફાળું સન્માન કર્યું..

પાટણ તા.20
ચાણસ્મા સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ટ્રસ્ટના પ્રમુખ ચંદુભાઈ અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત આશ્રમના સેવકોએ પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર ઝીલીયા ગાંધી આશ્રમ નાં પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ નું હુંફાળું સન્માન કરી તંદુરસ્ત જીવન ની શુભકામના પાઠવી હતી.


પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝિલીયા ખાતે ગાંધી આશ્રમ અને ઉત્તર બુનિયાદી શાળાના સંસ્થાપક પૂર્વ કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય જળ સંપત્તિ નિગમના પૂર્વ ચેરમેન અને પ્રખર ગાંધીવાદી તેમજ સર્વોદય કાર્યકર માલજીભાઈ દેસાઈ ની સેવા પ્રવૃતિ ની નોંધ લઇને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે નોંધનીય છે કે માલજીભાઈ દેસાઈ દ્વારા 25 થી વધુ શાળાઓ પાટણ, બનાસકાંઠા,મહેસાણા તેમજ ગાંધીનગર જિલ્લામાં શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું છે. ગ્રામ્ય ક્ષેત્રે બુનિયાદી વિદ્યાલય જેવી સંસ્થાઓ શરૂ કરેલી છે .ખાદી અને ગ્રામોદ્યોગ વૃદ્ધિને ઉત્તેજન આપવામાં તેમનું યોગદાન રહ્યું છે.


તેઓ કોંગ્રેસના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોવા છતાં તમામ પક્ષોના લોકોમાં આદરણીય બની રહ્યા છે. સામાન્ય વર્ગના કલ્યાણની પ્રવૃત્તિઓ તેમણે નિરંતર કરી છે ગોપાલક સમાજના મહાનુભાવ સાથે તેઓ સર્વ સમાજ સાથે રાજકીય પક્ષ સાથે સંકળાઈને સામાન્ય વર્ગના કલ્યાણની પ્રવૃત્તિઓ તેમણે નિરંતર કરી છે.


પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ ની ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવતા સમગ્ર ઉત્તર ગુજરાત ની પ્રજાએ ગૌરવ અનુભવ્યું છે ત્યારે ચાણસ્માના સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ દ્વારા પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર માલજીભાઈ દેસાઈ નું હુંફાળું સન્માન કરી નિરોગી સ્વાસ્થ્ય ની કામના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી..