પાટણ ડીસા હાઈવે માર્ગ પર સીએનજી પંપ પર ઈકો ગાડીમા ગેસ પુરતી વખતે આગની ઘટના સજૉતા અફડા તફડી મચી..

ગેસ પંપના કમૅચારીઓ ની સમય સુચકતા લીધે જાન હાની ટળી..

પાટણ તા.20
પાટણ ડીસા હાઇવે માર્ગ પર ભાટસણ ગામ નજીક સીએનજી પંપ ઉપર ઇકો વાહનમાં ગેસ રીપેરીંગ સમયે આગ લાગી હતી. જોકે આ ઘટનામાં સીએનજી પમ્પ પર ગેસ પુરાવવા આવેલા અન્ય વાહન ચાલકો સહિત મુસાફરોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો પરંતુ કોઈ જાન હાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.


આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ પાટણ ડીસા હાઇવે માર્ગ પર ભાટચણ ગામ નજીક આવેલ સીએનજી પમ્પ માં ગેસ રિફિલિંગ કરાવવા માટે આવેલ ગાડીમાં સીએનજી પમ્પ ના કર્મચારીએ ઇકો વાહન ની આગળ ની ડેકી ખોલી નોઝલ પાઇપ વડે ગેસ ભરી રહ્યો હતો તે સમયે અચાનક નોઝલ પાઇપમાં પ્રેસર વધતા ગેસ ભરી રહેલ કર્મચારીના હાથ માંથી નોઝલ છુટી જતા ગેસ ચારે તરફ બહાર નીકળવા લાગ્યો હતો જેથી સીએનજી પમ્પ પર ઉભેલા અન્ય વાહન ચાલકો સહિત ઇકો વાહનમાં બેઠેલા મુસાફરોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.


આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે જોકે આ ઘટનામાં સીએનજી પમ્પ પરનાં કર્મચારીઓની સમય સૂચકતા ને લઇ આગ ની મોટી દુર્ઘટના ટળતા લોકો એ હાસકારો અનુભવ્યો હતો.