બાઈક સ્લીપ ખાતા બે વ્યક્તિ નાં મોત નિપજ્યા..

રાધનપુરના મહેમદાવાદ-ભીલોટ માગૅ પર અકસ્માત

બનાવના પગલે ધટના સ્થળે લોકો નાં ટોળા ઉમટી પડ્યા..

108 દ્વારા બન્ને મૃતકોની લાશને પીએમ માટે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા..

પાટણ તા.20
પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહ્યા છે અને આવા માર્ગ અકસ્માતના બનાવમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ પાટણ જિલ્લાના રાધનપુરના મહેમદાવાદ અને ભિલોટ વચ્ચે શુક્રવારના રોજ માગૅ પરથી પસાર થતાં બાઈક સવાર સ્લીપ ખાતા બે વ્યક્તિ ના મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.


બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર નાં મહેમદાવાદ -ભિલોટ માગૅ પરથી બાઈક પર સવાર બનાસકાંઠા નાં બે ઈસમો બાઈક સ્લીપ ખાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા બન્ને મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.


અકસ્માત નાં પગલે ધટના સ્થળે લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા તો બન્ને મૃતકોની લાશને 108 દ્વારા પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત નાં બનાવની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.