પ્રા.મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ની પાંચમી પૂણ્યતિથી નિમિત્તે રાણકીવાવ થીમ ઉપર વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.20
પાટણના જાણીતા ઈતિહાસકાર સ્વ.પ્રા.મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિયની પાંચમી પૂણ્યતિથીએ પાટણમાં રાણકીવાવ વિષય ઉપર વિચારગોષ્ઠી રાખવામાં આવી હતી.
હાઈકુસમ્રાટ મુકુન્દભાઈના અધુરા કામો પૂરા કરવા તેમના પરિવાર ધ્વારા સર મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ પાટણના ભવ્ય ઈતિહાસ અને વારસાને ઉજાગર કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સામાજીક તથા શૈક્ષણિક ક્ષેત્રે જરૂરીયાતમંદોને મદદરૂપ બનવું.


આ કાર્યક્રમના મુખ્ય વક્તા અમદાવાદના જાણીતા ઈતિહાસવીદ્દ પ્રિ,ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ તથા ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ ડૉ.મનુભાઈ શાહે રાણકીવાવ વીશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પાટણના સિનીઅર સિટીઝન કાઉન્સીલના હોલમાં યોજાયેલ આ પ્રસંગમાં પાટણના અગ્રણીઓ, વહેપારીઓ તથા સાહિત્યપ્રેમીઓ હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં એડવોકેટ શૈલેષ બ્રહ્મક્ષત્રિયે પાટણના તમામ નાગરીકોને પાટણના ભવ્ય ઇતિહાસની જાણકારી મળે તેવી પુસ્તીકા ટ્રસ્ટ ધ્વારા બહાર પાડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.


પ્રિ. સંજય વકીલે મુખ્ય વક્તાઓનો પરિચય આપ્યો હતો તથા ટ્રસ્ટ ધ્વારા આગામી સમયમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાની છે તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ગં.સ્વ. કંચનબેન બ્રહ્મક્ષત્રિયે મંચસ્થ મહેમાનોનું સન્માન કર્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.આશુતોષ પાઠકે કર્યું હતુ. આ નિમિત્તે ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર બ્રહ્મક્ષત્રિય પરિવાર વતી ઉપસ્થિત સૌ શ્રોતાજનોનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.