રાધનપુર-ભાભર ત્રણ રસ્તા નજીક થી પસાર થતી સ્વીફ્ટ કાર સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી રાધનપુર પોલીસ..

પાટણ તા.20
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દારૂ અને જુગાર ની બદીને ડામી દેવા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષક પાટણનાઓ દ્વારા જિલ્લાની પોલીસને સુચના કરેલ હોઇ જે આધારે ના.પો.અધિ.રાધનપુરનાઓના માર્ગ દર્શન હેઠળ રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગેની રેઇડમાં હતા. અને ખાનગીરાહે મળેલ હકિકત મુજબ રાધનપુર ભાભર ત્રણ રસ્તા રોડ ઉપરથી પસાર થતી સિલ્વર કલરની સ્વીફટ ગાડી નંબર-GJ.24.A.7656 ની તલાસી લેતાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ગે.કા વગર પાસ પરમીટ વ્હાઇટલેશ વોડકા ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ ૧૮૦ મીલી કંપની શીલબંધ બોટલો નંગ-૩૭૬ કી.રૂ.૨૬૬૯૬/- તથા સ્વીફટ ગાડી કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ ૨૨૬૬૯૬- નો મુદામાલ રેઈડ દરમ્યાન પોલીસ હસ્તગત કરી ગાડી મુકીને નાસી ગયેલ ઈસમ સામે પ્રોહિબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.