રાધનપુર તાલુકાના કલ્યાપુરા ગામેથી જુગાર રમતા સાત ઈસમો પોલીસ નાં હાથે રંગેહાથ ઝડપાયા..

પાટણ તા.20
પાટણ જિલ્લામાં પ્રોહી- જુગારની અસામાજીક પ્રવૃતિ ન ચાલે તે સારુ જિલ્લા પોલીસ વડા દ્વારા દરેક પોલીસ મથકે ખાસ સુચના કરેલ હોઇ જે આધારે ના.પો.અધિ. રાધનપુર નાઓના માર્ગ દર્શન હેઠળ રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગાર અંગેની રેઇડમાં હતા. અને ખાનગીરાહે મળેલ હકિકત મુજબ કલ્યાપુરા તા.રાધનપુર ગામે રહેતા ઠાકોર કાળુભાઇ સોનાભાઇ તથા ઠાકોર ભેમાભાઇ વશરામભાઇનાઓ પોતાના મકાનમાં પૈસા- પાનાથી જુગાર રમાડે છે. જે બાતમી આધારે સદરી જગ્યાએ પોલીસ સ્ટાફ તથા પંચો સાથે રેઇડ કરતાં આરોપીઓ સાથે જુગારના સાહીત્ય સાથે તેમજ રોકડ રુપિયા – ૪૧૨૭૦ તથા મોબાઇલ નંગ- ૮ કી.રુ. ૨૪૦૦૦/ તથા મો.સા. નંગ-૧ કી.રુ. ૨૫૦૦૦/ મળી કુલ ૨.૯૦૨૭૦ ના જુગારના મુદામાલ સાથે સાત જુગારી ઈસમો ને પકડી પાડી રાધનપુર પો.સ્ટે.જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રાધનપુર પોલીસ દ્વારા રેડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ પૈકી ઠાકોર ભેમાભાઇ વશરામભાઇ રહે- કલ્યાણપુરા તા.રાધનપુર જી.પાટણ,શાહ વિપુલભાઇ રજનીકાત રહે- ઝાપટપરા થરા તા.કાંકરેજ જી.બી.કે, વાઘેલા નિરુભા ભાવસંગજી રહે- ભીલોટ તા.રાધનપુર જી. પાટણ,મકવાણા અનિલભાઇ સોમાભાઇ રહે- રાધનપુર ઠાઠીયાવાસ તા.રાધનપુર જી. પાટણ,ચમાર બાબુભાઇ લેબાભાઇ રહે- બોરુડા તા.સાંતલપુર જી.પાટણ, ઠાકોર હિંમતભાઇ બાજુભાઇ રહે- નાયતવાડા તા.રાધનપુર જી.પાટણ અને પઠાણ નાસીરખાન સલીમખાન રહે લીમડાવાસ રાધનપુર તા.રાધનપુર જી.પાટણ ની અટકાયત કરી આગળની કાર્યવાહી રાધનપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.