લૂંટેરી દુલ્હન રાધનપુરમાં લગ્નના એક દિવસમાં જ દુલ્હન રૂ 25000 નો ચુનો લગાવી ફરાર, બની..

દુલ્હને લગ્નની પહેલી રાત્રે જ પતિને ચામાં ઘેનની દવા પીવડાવીને બેશુધ્ધ બનાવી ભાગી..

મહારાષ્ટ્રના દલાલે રૂ. 1.80 લઇને નીશા મરાઠી નામની યુવતી સાથે યુવકનાં લગ્ન કરાવ્યા હતા..

પાટણ તા.21
રાધનપુરમાં લગ્નના એક દિવસમાં જ દુલ્હન ઘરેણા સહિત રોકડ રકમ રૂ. 25 હજાર લઇને ફરાર થયાની ઘટના સામે આવી છે.


આ બાબતે મળતી હકીકત મુજબ મહારાષ્ટ્ર નાં દલાલ ને રૂ.1.80 લાખની દલાલી આપીને રાધનપુરના યુવકે નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે યુવતી એ લગ્નની પહેલી રાત્રે જ પતિને ચામાં ઘેનની દવા પીવડાવીને ફરાર થતાં સનસનાટી મચી જવા પામી હતી.જોકે, આ અંગે હજુ કોઇ પોલીસ ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યું નથી.પરંતુ યુવક દ્વારા મામલાની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


રાધનપુરના વિઠ્ઠલનગર-2ના રહિશ અને હાલ લીમગામડા ગામે રહેતો કુવારો યુવક લગ્ન માટે કન્યાને શોધતો હતો. આ દરમિયાન સાંતલપુરના કોરડા ગામના અને હાલ મુંબઇ રહેતા નસરૂદ્દીન રમજાનભાઈ સીપાઈ દ્વારા યુવકને એક દલાલનો કોન્ટેક્ટ થયો હતો. દલાલે અલગ-અલગ છોકરીઓ બતાવી હતી. જેમાથી નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પેટે રૂ.1.80 લાખ રૂપિયાની દલાલી આપવામાં આવી હતી.


દલાલે યુવકને મહારાષ્ટ્ર બોલાવી રૂપિયા લઇને યુવકના લગ્ન કરાવી આપ્યા હતા. અને ત્યાંથી યુવક દુલ્હન સાથે 20/5/2022ના રોજ રાત્રે રાધનપુર પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવી સાંજના સમયે ભોજન કરી સુતા હતા, ત્યારે નીશા મરાઠીએ પતિને ચામાં ઘેનની દવા પીવડાવી સુવડાવી દઈ ઘરમાં પડેલા રૂ. 25 હજારની રોકડ લઇને ભાગી ગઇ હતી.
ઘેનની દવામાં બેભાન થયેલો યુવક સવારે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પોતાની પત્ની નીશા ધર માં જોવા મળી નહોતી. ઘરમાં ચેક કરતા ઘરેણા, મોબાઇલ અને રૂપિયા 25 હજાર પણ નહોતા. આથી યુવક ડઘાઇ ગયો હતો. જેને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જેની તબિયત સુધારા ઉપર થતાં હાલ ઘેર આવી રાધનપુર પોલીસ મથકે જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.