પાટણના પાલિકા બજાર ખાતે નાં શ્રી ગોગા મહારાજના મંદિરે રમેલ યોજાઈ..

રમેલ દરમિયાન આવેલ રકમ રૂ.૧.૦૧૦૦૦/_ શ્રી રામ રહીમ અન્નક્ષેત્ર ને અપૅણ કરવામાં આવ્યા..

પાટણ તા.22
પાટણમા પાલીકાબજાર ખાતે બિરાજમાન ગોગા મહારાજની રમેલ ભક્તિ સભર માહોલમાં યોજવામાં આવી હતી.
આ ધાર્મિક પ્રસંગે પાલીકા બજારના વેપારી ભાઈઓએ મોટી સંખ્યામાં હાજર રહી દશૅનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


આ રમેલ નાં ધાર્મિક પ્રસંગે પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતાં
શ્રી ગોગા મહારાજ મંદિર પરિસર ખાતે રમેલ દરમિયાન આવેલ રકમ રૂ. ૧,૦૧,૦૦૦ પાટણ ખાતે ચાલતા રામ રહીમ અન્નક્ષેત્ર ને અપૅણ કરવામાં આવી હોવાનું પાલિકા બજાર નાં વેપારીઓ એ જણાવ્યું હતું.