રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ..

આગામી વિધાનસભાની ચૂંટણીમાં રધુવંશી સમાજ નાં રાજકીય આગેવાનોને જે પણ પાર્ટી ટીકીટ આપશે તેને જ સમાજ નું સમર્થન..

પાટણ તા.૨૩
વિધાનસભાની ચૂંટણી નાં પડખમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા ગતીવીધી તેજ બનાવવામાં આવી છે તો વિવિધ સમાજો દ્વારા પણ પોતાનું રાજકીય મહત્વ સચવાઈ તે માટે સમાજ સંમેલનો યોજવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ ના રાધનપુરમાં રઘુવંશી સમાજનુ શક્તિ પ્રદર્શન રઘુવંશી ક્રાંતિ મંચનાં નેજા હેઠળ મહા સંમેલન ના રૂપમાં યોજવામાં આવ્યું હતું.


આ સંમેલન માં રઘુવંશી સમાજના ઉત્તર ગુજરાતના રાજકીય તેમજ સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવનાર ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં રઘુવંશી સમાજને રાજકીય પાર્ટીઓ ટિકિટ આપે તેવી માંગ કરવામાં આવી હતી જે પણ રાજકીય પાર્ટી રધુવંશી સમાજને મહત્વ આપશે તે જ રાજકીય પાર્ટી ને રધુવંશી સમાજ સમથૅન આપશે તેવી ધોષણા પણ સમાજ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.


વષૅ ૨૦૨૨ ની ચુંટણીમાં સમાજની નોંધ લેવાય તે હેતુ થી આ સંમેલન યોજાયું હોય જેમાં રાધનપુરનાં રધુવંશી સમાજ નાં આગેવાન ફરશુભાઈ ગોકલાણી, મહેશભાઈ મુલાણી,લાલેશ ઠક્કર સહિતના રાજકીય, સામાજિક આગેવાનો,યુવા કાર્યકરો સહિત લોહાણા સમાજ ના લોક સેવકો તેમજ જુદી જુદી રાજકીય પાર્ટીઓમાં હોદ્દાઓ પર રહી ચૂકેલ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


રાધનપુર ખાતે આયોજિત રધુવશી સમાજના શક્તિ પ્રદર્શન સાથે નાં મહા સંમેલનમાં સમાજના રાજકીય આગેવાનો ની ડોક્યુમેન્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી અને વર્તમાન સમય માં સમાજના રાજકીય આગેવાનો ની રાજકીય પાર્ટી દ્વારા અવગણના થઈ રહી છે તે બાબતે પણ વિશેષ ચિંતન કરવામાં આવ્યું હતું.