અસામાજિક પ્રવૃત્તિ સહિત ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જિલ્લા પોલીસવડા દ્વારા વોટ્સેપ નંબર જાહેર કરાયો..

શહેર અને જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ ની જાણકારી આપવા જિલ્લા વાસીઓને અપીલ..

પાટણ તા.23
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ, ટ્રાફિકની સમસ્યા સહિતની વિવિધ સમસ્યાના નિવારણ માટે પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા વોટ્સેપ નંબર જારી કરવામાં આવ્યો છે.


પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચાલતી દારૂ, જુગાર,ચરસ, ગાંજો જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ તેમજ ટ્રાફિક ને લગતી સમસ્યાઓ સહિતની સમસ્યાઓ એક જાગૃત અને સતકૅ નાગરિક તરીકે ફરજ બજાવી જાણ કરવા વોટ્સેપ નં, 63596 25860 જાહેર કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.


ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ને નેસ્ત નાબુદ કરવા એક જાગૃત નાગરિક તરીકે આ વોટ્સેપ નંબર નો ઉપયોગ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી છે.