#PATAN : સાંતલપુર નેશનલ હાઇવે પર બાઈક ચાલક સ્લીપ ખાતા પાછળ આવી રહેલ ટેન્કર નીચે કચડાયો..

બનાવના પગલે ધટના સ્થળે સ્થાનિક લોકો નાં ટોળા ઉમટી પડ્યા..

સાંતલપુર નેશનલ હાઇવે ૨૭ પરથી પસાર થઈ રહેલ બાઈક ચાલક સ્લીપ ખાતા પાછળ આવી રહેલ ટેઈલર નીચે તેનું કચડાઈ જવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.


આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ સાંતલપુર પ્રિન્સ હોટલ નજીક માગૅ પરથી બાઈક પર સવાર આશાસ્પદ યુવાન સ્લીપ ખાતા પાછળ આવી રહેલ ટેન્કર નીચે કચડાઇ જતાં આશાસ્પદ યુવાન નું ધટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.


દુર્ઘટનનાને પગલે હાઇવે માર્ગ પર સ્થાનિકો ના ટોળા રોડ પર દોડી આવ્યા હતા તો હાઇવે પર મીઠાના આડેધડ દોડતા વાહનોએ વાહન ચાલકો માટે મુશ્કેલી સજૅતા હોવાની હૈયા વરાળ ટોળાએ વ્યક્ત કરી હતી. મૃતક આશાસ્પદ યુવાન ની લાશને પોસ્ટ મોર્ટમ માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.