#PATAN : ગાયના કાયદા ને દુર કરવાની માંગ સાથે પાટણ જિલ્લા માલધારીઓ દ્વારા ગામડે ગામડે પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યું..

સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ગાયના કાયદા થી માલધારી સમાજ ને ઉભી થનાર મુશ્કેલીઓથી વાકેફ કર્યા..

સરકાર દ્વારા ગાયો માટે લાગુ કરવામાં આવેલ કાયદાને લઈને સમગ્ર ગુજરાતના માલધારીઓ માં તેના ધેરા પ્રત્યાઘાતો પડયા છે ત્યારે સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કાયદાને તાત્કાલિક ધોરણે પાછો ખેચવાની માંગ સાથે માલધારી સમાજ ધ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે મંગળવારના રોજ પાટણ જિલ્લાના માલધારી સમાજ દ્વારા ગાય નો કાળો કાયદો સરકાર દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા ના ગામડે ગામડે ગાયનાં કાયદા ના અમલ થી માલધારીઓ ને ઉભી થનાર મુશ્કેલી નો ચિતાર રજુ કરતી પત્રિકાઓનુ વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા માલધારી સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં આ પત્રિકા વિતરણ કાર્યક્રમ માં જોડાઈ ને જિલ્લા નાં માલધારીઓને સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ગાયના કાયદા વિશે માહિતગાર કરી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ કાયદો દુર કરવામાં આવે તેવી માંગ કરવામા આવી હતી.