#PATAN_CITY : નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા અભિયાન હાથ ધરાયું..

શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકના નાળા ની ચોમાસા પૂર્વે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી..

શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા શહેરીજનો પાલિકાના સફાઇ કર્મચારીઓને સહયોગ આપે : ગોપાલસિંહ રાજપૂત..

પાટણ નગરપાલિકાની સ્વરછતા શાખા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મંગળવારના રોજ સ્વચ્છતા શાખાના કર્મચારીઓ દ્વારા ચોમાસા પૂર્વે શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક નાં નાળાની ગંદકી ઉલેચી સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો શહેરના ટીબી ત્રણ રસ્તાથી પાયલ પાકૅ,વાળીનાથ ચોક સુધીનાં માગૅની પણ સફાઈ કામગીરી હાથ ધરી વિસ્તારને સ્વચ્છ બનાવવામા આવ્યો હતો.
પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલ સિંહ રાજપુતે પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા શહેરીજનોને પોતાનો કચરો પોતાના ઘરના ડસ્ટબીનમાં જ રાખી પાલિકાના સફાઈ અભિયાન અર્થે કચરો એકત્ર કરવા નીકળતા પાલિકાના ટ્રેક્ટર માં નાંખવા તેમજ વિસ્તારના સફાઈ કામદાર ને આપી શહેરને સ્વચ્છ બનાવવા સહીયોગ આપવા અપીલ કરી હતી.