#PATAN : માં સરસ્વતી સેવા સમિતિ અને તન્ના પરિવાર દ્વારા જુનાગંજ ખાતે નિઃશુલ્ક પાણીની પરબ શરૂ કરાઈ..

પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી એ પરબનુ ઉદ્ઘાટન કરી સેવા પ્રવૃતિ ને બિરદાવી..

માઁ સરસ્વતી સેવા સમિતિ, પાટણ અને પૂર્વ પાલિકા પ્રમુખ હેમંત તન્ના પરિવાર દ્વારા ઉનાળા ની ગરમી ને ધ્યાનમાં રાખીને શહેરના જુના ગંજ બજારમાં ઠંડા પાણીની પરબ બનાવવામાં આવી છે જેનું ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ ના વરદ હસ્તે મંગળવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પરબ નાં ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે કાયૅરત કરવામાં આવેલ આ પરબ આશિર્વાદ રૂપ બની રહેશે તેમ જણાવી દાતા પરિવાર ની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી હતી.
જુનાગંજ બજાર ખાતે પાણીની પરબ ના ઉદ્ઘાટન પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ પાલિકા નાં પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમાર, વેપારી અગ્રણી મહાસુખભાઈ મોદી, ખુશ્બુ ગેસ એજન્સી ના ભરતભાઈ પરમાર, દર્શકભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.