#PATAN_CITY : ગુણવંતા હનુમાન થી નાગરવાડા સુધીના સી સી રોડની કામગીરી નો પ્રારંભ કરાવાયો..

પાટણ નગરપાલિકાના સત્તાધીશો ની વિકાસલક્ષી કામગીરી સરાહનીય બની છે.: કે.સી.પટેલ..

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર નાં બાકી રહેલા રોડનાં કામો મંજુર કરી બાકી વિસ્તારમાં રોડ-રસ્તા ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બુધવારના રોજ શહેરના વોર્ડ નંબર-7ના ગુણવંતા હનુમાન થી નાગરવાડા સુધીના ટ્રીમીક્ષ સી.સી.રોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ રોડ નાં કામનાં આરંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા નાં સતાધીશો ની શહેર ને વિકાસ શિવ બનાવવા હાથ ધરવામાં આવેલાં વિકાસ કામો ની સરાહના કરવામાં આવી હતી.


આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન, નગરપાલિકાના કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.