#PATAN : જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર લોડીંગ વાહનો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો…

ત્રીપલ અકસ્માત માં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બનતા તમામને સારવાર અર્થે સાતલપુર રેફરલમાં ખસેડાયા..

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી..

પાટણ જિલ્લાનો સાતલપુર હાઈવે અકસ્માત ઝોન બન્યો હોય તેમ અવાર નવાર આ હાઈવે માર્ગ પર નાના મોટા માગૅ અકસ્માતનાં બનાવો સજૉતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોત નાં મુખમાં ધકેલાતી હોય છે તો કેટલાક નિર્દોષ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં હોવાનાં કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે ત્યારે ગુરૂવારે સવારે સાંતલપુર હાઇવે માર્ગ પર થી પસાર થતા ત્રણ લોડીંગ વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માત ની ધટના માં ત્રણ લોકો ઈજાગ્રસ્ત બનતા ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર નાં નેશનલ હાઈવે નં.27 ઉપરથી ગુરૂવારે સવારે પસાર થઈ રહેલા ત્રણ લોડીંગ વાહનો પૈકી આગળ જઈ રહેલા લોડીંગ વાહન ના ચાલક દ્વારા કોઈ કારણસર અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા અન્ય બે લોડી વાહનોનો ધડાકાભેર અથડાતા ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત બન્યા હતા.


સાંતલપુર નેશનલ હાઈવે માર્ગ પર સવારે સજૉયેલા આ ત્રિપલ અને વિચિત્ર પ્રકારના અકસ્માત ની ધટના ને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાઈવે માર્ગ પર ટ્રાફિક જામ થતાં પોલીસને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક નિયંત્રણ કરી ઈજાગ્રસ્ત ઈસમો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર વારંવાર સર્જાતા માર્ગ અકસ્માતના બનાવો ને લઈને ઉપરોક્ત હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પણ ગભરાટ ની લાગણી અનુભવી રહ્યા હોવાનું વાહન ચાલકો મારફતે જાણવા મળ્યું હતું.