#HARIJ : જાણીતાં જલિયાણા ગ્રુપ ની ઓફિસ અને નિવાસસ્થાને આઈ ટી વિભાગ નું ઓપરેશન…

5 જેટલી ગાડીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે સાથે વહેલી સવારે ઓફિસ અને ઘરે પહોંચ્યો..

જલિયાણ ગૃપ નાં પરિવારજનો લગ્ન પ્રસંગે બહાર હોય અધીકારીઓને ઈન્તજાર કરવાની ફરજ પડી..

પાટણ જિલ્લા નાં તાલુકા મથક હારીજ ખાતેના જલિયાણા ગ્રુપ ના નિવાસ સ્થાને અને ઓફિસ ખાતે ગુરૂવારની વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ સહિતની ટીમ પાંચ ગાડી નાં કાફલા સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે સચૅ ઓપરેશન માટે પહોંચી હતી પરંતુ જલિયાણ ગૃપ નાં પરિવારજનો લગ્ન પ્રસંગે બહાર હોય અધીકારીઓને ઈન્તજાર કરવાની ફરજ પડી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ ગુરૂવારના વહેલી સવારે પાટણ ના હારીજમાં આવેલ અને જમીન મકાન નાં લે-વેચ નાં વ્યવસાય ની સાથે સાથે શિક્ષણ સંસ્થાઓ ચલાવતી જલિયાણા ગ્રુપ ની ઓફિસ અને ઘરે આવકવેરા વિભાગના અધિકારીઓ સહિત ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્ચ-ઓપરેશન માટે 5 ગાડીઓના કાફલા સાથે પહોંચી હતી .પરંતુ જલિયાણ ગ્રુપ ના મલિક ના ભાઈ ની દીકરી ના અમદાવાદ ખાતે લગ્ન હોઈ હારીજ ખાતેના ઘર અને ઓફિસ બંધ હોવાના કારણે અધીકારીઓને ઈન્તજાર કરવાની સાથે સચૅ ઓપરેશન ની કામગીરી શરૂ કરી શકાય ન હતી.


જોકે ઈન્કમટેકસ વિભાગનાં અધિકારીઓ સહિત ટીમ સચૅ ઓપરેશન માટે આવી હોવાની લગ્ન પ્રસંગે બહાર ગયેલાં જલિયાણ ગ્રુપ નાં પરિવારને કરવામાં આવતાં પરિવારનાં મોભી લગ્ન પ્રસંગ પડતાં મુકી હારીજ આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જલિયાણ ગ્રુપ નાં પરિવારના મોભી આવ્યા બાદ ઈન્કમટેકસ વિભાગનાં અધિકારીઓ સહિત ની ટીમ દ્વારા સચૅ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા ઓ પ્રબળ બનવા પામી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
હારીજનાં જલિયાણ ગ્રુપ ની ઓફિસ અને નિવાસસ્થાને ઈન્કમટેકસ વિભાગનાં અધિકારીઓ સહિત ની ટીમ દ્વારા સચૅ ઓપરેશન મામલે ટેક્સ ની ચોરી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું.