#PATAN : ખેલ મહાકુંભ રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામા પાટણ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો..

પાટણને ગૌરવ અપાવનાર સમગ્ર ટીમ અને કોચ ને અભિનંદન પાઠવવામા આવ્યા..

અગિયારમા ખેલ મહાકુંભ રાજ્યકક્ષાની બાસ્કેટબોલ બહેનો ની સ્પર્ધા સુરત ખાતે યોજાઇ હતી. જેમા પાટણ dlss U-14 ની બહેનોએ ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી પાટણને ગૌરવ અપાવ્યું છે.
રાજ્ય કક્ષાની સુરત ખાતે આયોજિત બાસ્કેટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ માં બરોડા સામે 30-23 સ્કોરથી પાટણ ટીમે વિજય પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આ બાસ્કેટબોલ સ્પર્ધાની પાટણની ખેલાડી ઉર્વશી પ્રજાપતિ 20 પોઇન્ટ માર્યા હતા.
પાટણ ટીમના કોચ તરીકે લકી દેસાઈ અને રવિ સિંઘ દ્વારા સુંદર અને પધ્ધતિ સરનુ કોચીગ આપી તૈયાર કરવામાં આવેલ ટીમે વિજય બની પાટણને ગૌરવ અપાવતા સમગ્ર ટીમ અને કોચ ને શુભેચ્છાઓ પાઠવી આગળ પણ પાટણને ગૌરવ અપાવે તેવી અભિવ્યક્તિ વ્યક્ત કરવામાં આવી હતી.