#PATAN : જહું માતા નાં સાનિધ્યમાં આયોજિત વાલ્મિકી સમાજનાં સમુહ લગ્નમાં 11 નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં..

પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના મહાનુભાવોએ નવજીવન ની શુભકામના સાથે આશિર્વાદ આપ્યા..

પાટણ તાલુકાના ધારણોજ મુકામે શ્રી જહું માતા નાં સાનિધ્યમાં ગુરૂવારના રોજ પાટણવાડા વાલ્મિકી સમાજ સંગઠન આયોજિત સમૂહ લગ્નોત્સવ-2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમુહ લગ્ન માં સમાજના 11 નવદંપત્તિઓએ સમાજની સાક્ષીએ સમાજના રિત રિવાજો મુજબ પ્રભુતા માં પગલાં માંડ્યાં હતાં.


પાટણવાડા વાલ્મિકી સમાજ સંગઠન દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે નવદંપતીઓને આશિર્વાદ પાઠવવા ખાસ ઉપસ્થિત રહેલા પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો એ સમૂહ લગ્નોત્સવ માં લગ્ન ગ્રંથી થી જોડાયેલ નવદંપતીને નવજીવનની શુભેચ્છાઓ પાઠવી રૂડા આશીર્વાદ આપ્યા હતા.અને સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ ને સરાહનીય લેખાવી આયોજકો ને બિરદાવ્યા હતા.


પાટણ તાલુકાના ધાયણોજ ખાતે શ્રી જહું માતા નાં સાનિધ્યમાં પાટણવાડા વાલ્મિકી સમાજ સંગઠન દ્વારા આયોજિત કરાયેલા આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, દિલીપભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો નું સમાજ આગેવાન અને પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી ગંગારામભાઈ સોલંકી સહિત સંગઠનના આગેવાન,કાયૅકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.