ચાણસ્મા ખાતે તાલુકા ભાજપ કિસાન મોરચા નું સંમેલન યોજાયું..

ભાજપ કિસાન મોરચા નાં અધ્યક્ષ સહિત ભાજપના આગેવાનો દ્વારા મોરચાના આગેવાનો અને કાર્યકરો સાથે વિચાર વિમર્શ કર્યો.

પાટણ તા.૨૯
પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલા ફુલબાઈ માતાના મંદિરે ચાણસ્મા તાલુકા ભાજપ કિસાન મોરચા નું સંમેલન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, ચાણસ્માના ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, મુકેશભાઈ પટેલ (દાઢી),હારીજ તાલુકા કિસાન મોરચા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, ચાણસ્મા તાલુકા કિસાન મોરચા પ્રમુખ મુકેશભાઈ પટેલ (વકીલ), પાટણ જિલ્લા કિસાન મોરચા પ્રભારી શામજીભાઈ પટેલ, ચાણસ્મા શહેર પ્રમુખ રાજુભાઈ પટેલ. અશ્વિનભાઈ પટેલ. કિરણજી ઠાકોર. ચાણસ્મા ભાજપ ના કાર્યકરો તથા ચાણસ્મા તાલુકાના કિસાન મોરચાના કાર્યકરો તેમજ ખેડૂતો ની બહોળી ઉપસ્થિત રહ્યા હતા.


આ બેઠકમાં ઉપસ્થિત ચાણસ્માના ધારાસભ્ય દિલિપભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ઘણાં જ ફાયદા આપવામાં આવી રહ્યા છે.તેમજ આ વિસ્તારમાં ૩૪ તળાવોને નર્મદાના પાણીથી ભરી વિસ્તારના ખેડૂતો ને પુરતું પાણી પુરૂ પાડવામાં આવતું હોવા છતાં ચાણસ્મા ગામ વચ્ચે આવેલું તળાવ જેની બાજુમાંથી નર્મદાની પાઇપ લાઇનો જાય છે તેમ છતાં તળાવ આજ દિન સુધી ખાલી ને ખાલી જ જોવા મળી રહ્યું છે જે વિસ્તારની કમનસીબી લેખાવી હતી. આ વિસ્તારમાં ખેડૂતોની જમીન ઓછામાં ઓછી બે હજાર વીઘા આવેલી છે. પણ પાણી ન મળવાના કારણે જમીન ઉનાળામાં પાણી વગર રહે છે. લોકોને બોરવેલ દ્વારા પાણી લેવું પડે છે.


તેમને જણાવ્યું કે રેલ્વે દ્વારા નાના મોટા ૪૪ તળાવ ખોદવામાં આવ્યા છે તેને પણ ભરવાની વાત રજૂ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતુ. વધુ મા તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે આ વિસ્તારમાં ઘણો જ વરસાદ પડ્યો હતો અને સમગ્ર તાલુકાના વિસ્તારો ના ખેડૂતોને વરસાદ થી થયેલ નુકસાન તથા બીજા છ તાલુકાનો સમાવેશ કરાવી ને ખેડૂતો ને તેઓનાં નુકસાનીનું વળતર પણ તેઓ દ્વારા અપાવવામાં આવ્યું હોવાનું જણાવી ચાણસ્મા તાલુકાના ૨૦૧૪ ખેડૂતોને પણ વળતર અપાવવામાં આવ્યુ હોવાનુ જણાવ્યુ હતું..


ભારતના વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે એમને એમ પણ જણાવ્યું હતું કે ભાવ વધારા સામે અમુક ભાજપના કાર્યકરો પણ પૂરી વાત સમજ્યા વગર આંદોલનમાં જોડાઈ જાય છે અને પક્ષ નો વિરોધ કરે છે જેને દુઃખદ બાબત લેખાવી હતી.. યુરિયા ખાતરમાં સરકાર ૯૬૯ રૂપિયાની અને ડીએપી ખાતરમાં ૨૫૦૧ રૂપિયા ની સબસીડી આપતા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઇ પટેલે ખેડૂતો સાથે જુદા-જુદા વિષયો પર ચર્ચા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ના આગેવાનો લોકોમાં ભ્રમ ફેલાવે છે ખાતર ના ભાવ વધારા નો ભ્રમ ફેલાવે છે લોકોને ગેરમાર્ગે દોરે છે. કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈએ જણાવ્યું હતું કે દરેક વ્યવસાયિક વ્યક્તિને પોતાનું કામ બારેમાસ કરવાનું હોય છે પરંતુ ખેડૂત જ માત્ર એક વ્યક્તિ એવો છે જેને પોતાનું કામ ત્રણ માસ કરવાનું હોય છે. અને નવ માસ માટે એમને બીજા આયોજન કરવાના હોય છે. તો કિસાન મોરચાના કામને ખેડૂતો દ્વારા આગળ ધપાવે તેવી અપીલ તેઓ દ્વારા કરવામાં આવી હતી.
પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ એ ખેડૂતોને કિસાન સંઘ નું શું કાર્ય છે? આ પ્રશ્ન પૂછતા કોઈપણ કિસાન જવાબ આપી શક્યો ન હતો.