સમી તાલુકાના નાનીચંદુર ખાતે મોમાઈ માતાજીના ધામમાં રાવળ યોગી સમાજ નો સમૂહ લગ્નોત્સવ યોજાયો…

રાધનપુરના ધારાસભ્યએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને રૂડા આશીર્વાદ પાઠવી નવજીવનની શુભકામનાઓ વ્યક્ત કરી..

પાટણ તા.૨૯
પાટણ જિલ્લાના સમી તાલુકાના નાનીચંદુર ખાતે આવેલા શ્રી મોમાઈ માતાજી ધામ ખાતે રવિવારના રોજ રાવળ યોગી સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં નવદંપતીઓએ સમાજની સાક્ષીએ અને સમાજના રીતરિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડી વડીલો અને સંતોના આશીર્વાદ મેળવી નવજીવન ની શુભ શરૂઆત કરી હતી.


રાવળ યોગી સમાજ દ્વારા આયોજિત કરાયેલા આ સમૂહ લગ્નનાં શુભ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ પણ ખાસ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડનાર તમામ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી નવજીવન ની શુભકામનાઓ વ્યક્ત કરી રાવળ યોગી સમાજ ના આગેવાનો દ્વારા સમાજ સંગઠન ની ભાવનાને ઉજાગર કરવા આયોજિત કરાયેલા સમુહ લગ્નોત્સવના આયોજન ને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી.


મોમાઈ માતાજીનું ધામ, નાનીચંદુર તા.સમી મુકામે રાવળ (યોગી) સમાજ દ્વારા યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી નવપરણિત દંપતીઓને આશીર્વાદ આપવાના આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ. રાવળ યોગી સમાજ નાં આગેવાન મનુભાઈ રાવળ, અમરતભાઈ રાવળ, રાજેશભાઇ યોગી સહિત પોપટજી ઠાકોર, ધીરાજી ઠાકોર, કરશનભાઈ નાયી, રામભાઇ નાયકા તેમજ રાવળ યોગી સમાજના આગેવાનો, યુવા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.