વરાણા ખોડિયાર માતાજી નાં સાનિધ્યમાં ઉ.ગુ. નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કમૅચારીઓનો સન્માન સમારંભ યોજાયો..

રાધનપુર ધારાસભ્ય દ્વારા શૈક્ષણિક સંકુલ માટે રૂ.31 લાખની સખાવત અપૅણ કરી..

પાટણ તા.29
પાટણ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સમા વરાણા ધામના શ્રી ખોડિયાર માતાજી મંદિર પરિસર ખાતે રવિવારના રોજ શ્રી ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા નવનિયુક્ત કર્મચારી તથા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને ગોતરકાના સંત પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાયૅક્રમ માં ઉપસ્થિત રહેલા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા શૈક્ષણિક સંકુલના બાંધકામ માટે રૂ.31,00,000 લાખ નું માતબર દાન અપૅણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, નાડોદા રાજપૂત સમાજ નાં પ્રમુખ માનુભાઈ નાડોદા, મંત્રી નાથાભાઈ ખેર સહિત સમાજ આગેવાનો નટવરસિંહ ડોડીયા, રામસિંહ રાજપૂત, નનુભાઇ સિંધવ(ટુવડ) અજમલભાઈ ગામી, હીરાભાઈ નાડોદા(સાતુન) હીરાભાઈ ચાવડા(રાફુ) પશાભાઈ રાઠોડ, ભરતભાઈ ચાવડા, ખોડાભાઇ ખેર તેમજ નાડોદા સમાજના નવનિયુક્ત કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.