પાટણ તાલુકા નોરતા મુકામે પાટણ તાલુકા ભાજપ ની કારોબારી બેઠક મળી..

રાજય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ની અપીલ..

પાટણ તા.29
પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રવીવાર નાં રોજ નોરતા ખાતે પાટણ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી.


આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ખાસ ઉપસ્થિત રહી સંગઠનાત્મક તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજના લોકો સુધી પહોંચે અને લોકો ને તેનો લાભ મળે તેવા પ્રયાસો તાલુકાના આગેવાનો અને કાર્યકરો ને અપીલ કરી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.


નોરતા ખાતે આયોજિત પાટણ તાલુકા ભાજપની કારોબારી બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,પાટણ તાલુકા પંચાયત પ્રમુખ સહિત જલુજી ઠાકોર, પ્રવિણભાઇ પરમાર, પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ સહિતના આગેવાનો કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.