પાટણ જીલ્લા ના વિદ્યાર્થી ઓ માટે ખુશી ના સમાચાર પરીક્ષા ન આપી શકનારા છાત્રોને માટે બીજી તક

પાટણ જીલ્લા ના વિદ્યાર્થી ઓ માટે ખુશી ના સમાચાર પરીક્ષા ન આપી શકનારા છાત્રોને માટે બીજી તક ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર – ડિસેમ્બર 2021 પરીક્ષામાં સ્નાતક સેમ 3 અને 5 તેમજ અનુસ્નાતક 3 ની પરીક્ષામાં કોરોનાના કારણે તેમજ LRD પરીક્ષાના કારણે પરીક્ષા ન આપી શકનારા છાત્રોના હિતમાં ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ધ્વરા પરીક્ષા માટે બીજી તક આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

જે પરીક્ષાઓ લેવાની બાકી હોય લેવાનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં પ્રથમ તબક્કામાં MSC , M.COM , LLB , MRS સ્નાતક – અનુસ્નાતક સેમ -3 ની આગામી 31 મે થી આ પરિક્ષાઓ શરૂ થશે . આ પરીક્ષા ઓફ્લાઇન પેપર પેન પદ્ધતિથી લેવામાં આવશે .

બપોરે 12:00 થી 2 : 30 વાગ્યાં સુધી આ પરિક્ષાઓ યોજાશે . પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને વિદ્યાર્થીના બેઠક નંબર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર જોઈ શકાશે . તેવું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું આ સમાચાર મળતા પાટણ જીલ્લાના વિદ્યાર્થી ઓ માં કુસી નો માહોલ જોવા મળિયો છે