પાટણ જિલ્લાના આયુષ ડોકટરોનો ‘પ્રાયમરી ટ્રોમાકેર’ વર્કશોપ યોજવામાં આવ્યો..

પાટણના 55 ડોકટરોએ વકૅશોપ માં ભાગ લઈ માગૅદશૅન મેળવ્યું..

પાટણ,તા.૩૦
પાટણ જિલ્લાનાં તમામ હોમિયોપેથીક અને આયુર્વેદિક ડોકટર મિત્રોનો ‘પ્રાયમરી ટ્રોમાકેર’ વર્કશોપ રવિવારે સવારે ૯ થી ૨ વાગ્યા સુધી લાઇફલાઇન ફાઉન્ડેશન વડોદરાનાં સહયોગથી હોટલ ગ્રાઉન્ડ પિયાનો ખાતે સોમવારના રોજ યોજાયો હતો.
આ વર્કશોપમાં વડોદરા લાઇફ લાઇનમાંથી સુકાંતોદાસ તથા શ્રુતિબેન હાજર રહ્યા હતા અને તેઓએ સીપીઆર એટલે કે બેઝિક લાઇફ સપોર્ટ વિશે સમજાવ્યું હતું.


પાટણના સર્જન ડો.ચિરાગભાઇ પ્રજાપતિ દ્વારા પ્રાયમરી સર્વે તથા હેમરેજ કન્ટ્રોલ, જુદા જુદા પ્રકારના ઘાની સારવાર તથા જુદા જુદા પ્રકારનાં ટાંકા લેવાની પધ્ધતિ શીખવવામાં આવી હતી. જયારે ઓર્થોપેડીક ડો.તેજસભાઇ પટેલ દ્વારા આઇ.વી. તથા ઓ.એમ.પધ્ધતિ સરવાઈકલ સ્પાઇન સ્ટેબીલાઇઝેશન સારવારની પ્રેકટીકલ સાથે સમજ આપવામાં આવી હતી. ફીઝીશીયન ડો. નિલેશભાઇ પટેલ દ્વારા એર.વે. મેનેજમેન્ટ વિષય ઉપર સરળભાષામાં સ્લાઇડ ઉપર સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રહયો હતો.


સંસ્થાનો હેતુ ગુજરાતમાં તમામ આયુષ ડોકટર મિત્રોને કોઇપણ અકસ્માતના પ્રસંગે આવતા કેસોમાં પ્રાયમરી ટ્રીટમેન્ટ કેવી રીતે આપી શકાય તે વિશે નિષ્ણાત ડોકટરો દ્વારા ટ્રેનીંગ આપવાનો હતો. આ વર્કશોપમાં પાટણ જીલ્લાના કુલ 55 ડોકટર મિત્રો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડો. શૈલેષ બી. સોમપુરા, ડો.હિતેષ ઠકકર, ડો. અતુલ શાહ, ડો.વિરલ શાહ, ડો. પિયુષ વ્યાસ, ડો.વિજય સુથાર દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન ડો.વિરલ શાહે કર્યું હતું. અંતમાં આભારવિધિ કાર્યક્રમના સંયોજક ડો.શૈલેષ સોમપુરાએ કરી હતી.