સરસ્વતી તાલુકાના વામૈયા ગામમાં PHC સેન્ટર માં ડોક્ટરો વધારવા અને CHC સેન્ટર બનાવવા સરપંચ ની રજૂઆત…

મુખ્યમંત્રી સહિત આરોગ્ય અધિકારી ને પત્ર લખી સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી..

પાટણ ૩૦
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામ ખાતે આવેલ P.H.C સેન્ટર કાર્યરત છે તેમા વામૈયા ગામનાં અને આજુબાજુના વિસ્તારની ગ્રામીણ પ્રજા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેનો લાભ લઈ માંદગીમાં તેઓને સહાય મળે છે અને તેમના સમય અને પૈસાની પણ બચત થાય છે અને તેઓને ઘર આંગણે સારી આરોગ્ય સેવાઓ મળી રહે છે પરંતુ
આ P.H.C સેન્ટરમાં ડોક્ટર પૂરતા પ્રમાણમાં નથી જેનાથી આ ગ્રામીણ લોકોને પાટણ શહેર, ધારપુર મેડિકલ કોલેજ, કે સિદ્ધપુર શહેર, તરફ દવાખાને જવું પડે છે જેનાથી તેઓ ના પૈસા અને સમય ની બરબાદી થાય છે જે આજના આ મોંઘવારીના જમાનામાં ગ્રામીણ પ્રજા અને ગરીબ લોકોને પોસાય તેમ નથી તે માટે વામૈયા ગામના વતની અને વામૈયા ગામ પંચાયતના સરપંચ ઠાકોર દલાજી પ્રતાપજી એ વામૈયા ખાતે C.H.C સેન્ટર બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અને જિલ્લા વિકાસ અધિકારી પાટણ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી પાટણ અને જિલ્લા પંચાયત ને પત્ર અને ગામ પંચાયતમાં મીટીંગમા ઠરાવ કરી ઠરાવની નકલ સાથે લેખીત રજૂઆત કરવામાં આવી છે.


સરપંચ ઠાકોર દલાજી પ્રતાપજી એ જણાવ્યું હતું કે વામૈયા ખાતે C.H.C સેન્ટર બનાવવામાં આવે તો આ અંતરિયાળ ગામડાના લોકોને આરોગ્યને લગતી અન્ય સેવાઓમાં પણ વધારો થાય અને ગ્રામીણ પ્રજાને તેનો પુરતો લાભ મળી રહે અને વામૈયા ગામ તથા આજુબાજુના ગામના લોકો ને પણ તેનો ઉપયોગ કરી શકે અને તેઓના સમય અને પૈસાની બચત થાય તેમ છે તો વામૈયા ખાતે C.H.C સેન્ટર કાર્યરત કરવા માટે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.