ભગવાન શ્રી જગન્નાથજી ની 140 મી રથયાત્રા સમિતિના મિડિયા સેલ માં ભરતભાઈ રાવલ અને યશપાલ સ્વામી ને જવાબદારી સોંપવામાં આવી..

પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો એ શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી..

પાટણ તા.31
ઐતિહાસિક અને ધમૉરણ્ય નગરી પાટણ શહેરમાં આગામી અષાઢીબીજ નાં પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજી મંદિર પરિસર ખાતે થી નિકળનારી 140 મી રથયાત્રા નાં ભવ્યાતિભવ્ય આયોજન ને સાંગોપાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી જગન્નાથ ભગવાન રથયાત્રા સમિતિ 2022 ની રચના કરવામાં આવી છે.


શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી ની 140 મી રથયાત્રા ના આયોજન ને અનુલક્ષીને સવૉનુમતે નક્કી કરવામાં આવેલ શ્રી જગન્નાથ ભગવાન રથયાત્રા સમિતિ 2022 ના મિડીયા સેલ માં ચંદ્રુમણા ગામના વતની અને પાટણ જિલ્લા માહિતી કચેરી નાં નિવૃત ઉપ સંપાદક ભરતભાઈ રાવલ અને પાટણના જાણીતા પત્રકાર યશપાલ સ્વામી ને જવાબદારી સોંપવામાં આવતા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી છે…

જય રણછોડ માખણ ચોર..જય જગન્નાથજી