પાટણ શહેરમાં નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની 140 મી રથયાત્રા ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ..

રથયાત્રા નાં આયોજન ને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટ સહિત રથયાત્રા સમિતિ અને સ્વયં સેવકો કટીબદ્ધ બન્યા.

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ, રથયાત્રા સમિતિ અને સ્વયં સેવકો ની પાંચ ટીમો દ્વારા દાન,ભેટ અને પ્રસાદનો સીધો સામાન એકત્ર કરવાનો પ્રારંભ કરાયો…

પાટણ તા.31
જગન્નાથપુરી અને અમદાવાદ પછી ની ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં અષાઢીબીજ નાં પવિત્ર દિવસે નિકળતી ભારતની ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની ચાલું વર્ષે 140 મી રથયાત્રા ને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ અને સ્વયં સેવકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રથયાત્રા નાં આયોજન ને લઈને શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું મંદિર ટ્રસ્ટના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.


પાટણ શહેર માં છેલ્લા બે વષૅ થી કોરોના ની મહામારી નાં કારણે જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા સરકાર ની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે નિકળી હતી. ચાલું વર્ષે જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી ની કૃપાથી કોરોના ની મહામારી દુર થઇ છે જેને લઇને આગામી અષાઢીબીજ નાં પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ના મંદિર પરિસર ખાતે થી ભગવાન શ્રી જગન્નાથજી ની નિકળનારી 140 મી રથયાત્રા નું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.


આગામી અષાઠીબીજ નાં પવિત્ર દિવસે નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની 140 મી રથયાત્રાના આયોજન ને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ સહિતના સ્વયં સેવકો દ્વારા મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.


આ રથયાત્રા માં શહેરીજનો પણ સહિયોગી બની રહે તેવી શુભ ભાવના સાથે સોમવાર ને શનિ જયંતિ નાં પવિત્ર દિવસથી શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, રથયાત્રા સમિતિ અને સ્વયં સેવકો ની જુદી જુદી પાંચ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દાન,ભેટ અને લોક ફાળા સાથે પ્રસાદ માટે નો સીધા સામાન એકત્ર કરવાની કામગીરી નો પ્રારંભ જય રણછોડ માખણ ચોરના નાં ગગનભેદી નારા સાથે કરવામાં આવ્યો છે. ત્યારે શહેરીજનો એ પણ જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી 140 મી રથયાત્રા માટે તન મન અને ધનથી ઉદાર હાથે પોતાનો લોક ફાળો શ્રી જગન્નાથ મંદિર રથયાત્રા સમિતિ ની પાવતી મેળવી આપવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ નાં પ્રમુખ પિયુષભાઈ આચાયૅ દ્વારા અપીલ કરવામાં આવી છે.


શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતે થી અષાઢીબીજ નાં પવિત્ર દિવસે નિકળનારી 140 મી રથયાત્રા નાં આયોજન ને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા રથયાત્રા સમિતિ ની સાથે સાથે સંચાલન સમિતિ, સલાહકાર સમિતિ અને મિડિયા સેલ ની સવૉનુમતે રચના કરવામાં આવી હોવાનું ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.
કોરોના ની મહામારી નાં બે વર્ષ બાદ નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી 140 મી રથયાત્રા ને લઈને પાટણનાં ધમૅ પ્રેમી નગરજનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.