ભારત વિકાસ પરિષદ,પાટણ મહિલા ટીમ દ્વારા સોમવતી અમાસે સ્લમ વિસ્તારમાં કેરી નું વિતરણ કરવામાં આવ્યું..

મહિલા ટીમ ની સેવાકીય પ્રવૃત્તિ ને ભારત વિકાસ પરિષદ નાં સભ્યોએ સરાહનીય લેખાવી..

પાટણ તા.૩૧
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા મહિલા ટીમ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.ત્યારે સોમવારના પવિત્ર દિવસે સોમવતી અમાસ નિમિત્તે મહિલા ટીમ દ્વારા શહેરના બી.ડી.હાઈસ્કૂલની પાસે આવેલ શ્રમજીવી વિસ્તારમાં કેરી નું વિતરણ કરવામાં આવ્યુ હતું.


આ સેવાકાર્ય માં ભારત વિકાસ પરિષદ પાટણ ની મહિલા ટીમ નાં મહિલા સંયોજીકા મમતા ખમાર, સહ સંયોજીકા રમીલાબેન બી.પટેલ,જાગૃતીબેન પ્રજાપતિ કારોબારી સભ્યો સંગીતાબેન પટેલ, મિત્તલ પટેલ, પુષ્પાબેન પટેલ જાસ્મીનાબેન પારેખ, કવિતાબેન પરીખ, સુરેખાબેન સોની હાજર રહ્યા હતા. શાખાના ટ્રસ્ટી અશ્વિનભાઈ પારેખ, ભાનુભાઈ સોની, પ્રમુખ પારસ ખમાર, મંત્રી જીતુભાઈ ઓતિયા, અજયભાઈ પરીખ, ભરતભાઈ પટેલ,ભાર્ગવભાઈ પટેલ મહિલા ટીમ ની સેવા પ્રવૃતિ ને સરાહનીય લેખાવી હતી.