પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે નજીવા દરે ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ શરૂ કરાશે..

પાટણ તા.૩૧
પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજલક્ષી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે સમાજના જરૂરિયાતમંદ પરિવાર ના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવના સાથે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નહિ નફો નહિ નુકસાનના ધોરણે નજીવા દરે ફુલ સ્કેપ ચોપડાઓ નું વિતરણ તા.૧ લી જુન થી સવારે ૯ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ નાં સમય દરમિયાન સ્ટોક હશે ત્યાં સુધી જય હરિ ક્રેડિટ સોસાયટી,સરદાર બાગ, નાણાવટી સ્કુલ પાસે કરવામાં આવશે. ફક્ત સમાજના જરૂરિયાતમંદ પરિવાર ના વિદ્યાર્થીઓ માટે પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા આયોજિત કરાયેલા ફુલ સ્કેપ ચોપડા લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ તેમજ તેમના વાલીઓએ પોતાના બાળકની ચાલુ સાલની પરીક્ષા ની ઓરીજનલ માર્કશીટ સાથે લાવવાની રહેશે તેવું પાટણ પ્રજાપતિ યુથ કલબ નાં પ્રમુખ, મંત્રી અને સભ્યોએ જણાવ્યું હતું.