તા.૧ એપ્રિલથી તા ૩૧ મેં ના અંતિમ દિવસ સુધીમાં વેરા પેટે પાટણ પાલિકાને કુલ રૂ.૮.૧૦ કરોડની આવક પ્રાપ્ત થઇ..

સરકારની પ્રોત્સાહન યોજના નો ૩૩૩૨૮ મિલકત ધારકો એ લાભ લીધો..

ઓનલાઇન ૪૫૯૩ મિલકત ધારકો દ્વારા રૂ.૧.૨૫ કરોડની રકમ ભરપાઈ કરી..

મિલકત ધારકો એ રૂ.૭૭ .૯૧ લાખની રકમ વળતર પેટે મેળવી..

પાટણ તા.૩૧
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા ના વર્ષો જુના બાકી વેરા મિલકતધારકોને પોતાનાં બાકી વેરા ભરપાઈ કરવા માટે પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા પણ શહેરના વર્ષોજૂના બાકી વેરા મિલકત ધારકો પોતાના બાકી વેરા ભરપાઇ કરે તે માટે આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારે તા.૧ એપ્રિલ થી તા.૩૧ મે સુધી માં પાટણ શહેરના વર્ષો જૂના બાકી મિલકત ધારકો તેમજ એડવાન્સ વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકો મળી કુલ ૩૩૩૨૮ મિલકત ધારકો દ્વારા પાટણ નગરપાલિકાના વેરા શાખામાં રૂ.૮.૧૦ કરોડની રકમ ભરપાઈ કરી છે તો ૪૫૯૩ મિલકત ધારકો એ ઓનલાઇન નો ઉપયોગ કરી રૂ.૧.૨૫ કરોડ જમા કરાવ્યા હોવાની સાથે કુલ ૩૩૩૨૮ મિલકત ધારકો એ રૂ.૭૭.૯૧ લાખ નું વળતર મેળવ્યું હોવાનું વેરા શાખા ના સંજયભાઈ પટેલે જણાવ્યું હતું.