ગેર કાયદેસર બની બેઠેલા પુજારી એ મંદિર પર કબજો જમાવવા જતાં કસ્ટડીની હવા ખાવોનો વારો આવ્યો..

પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બન્ને પક્ષકારોના પાકા જામીન લઈ તકેદારી માટે મંદિર પરિસર ખાતે પોલીસ ગોઠવી..

પોલીસ માં ફરજ બજાવતા પિતાએ પણ પુત્રને સહિયોગ આપી સત્તા નો દુર ઉપયોગ કર્યો..

પાટણ તા.૩૧
પાટણના હિંગળાચાચર બજારમાં શ્રી હરીહરેશ્ર્વર મહાદેવનું મંદિર છે જેના ટ્રસ્ટીઓ સોની સમાજના છે અને એ મંદિર બજાર વચ્ચે આવેલ હોવાથી મંદિરમાં ગેરકાયદેસર પુજારી તરીકે નો કબજો કરવાના ઇરાદાથી પાટણના ધીવટા વિસ્તારમાં રહેતા સિધ્ધાથૅ રાવલે પોતે આ મંદિરના વર્ષોથી પુજારી છે એવું ઉભું કરી મંદિરમા ગેરકાયદેસર કબજો જમાવવા માટે પ્રયત્ન કરેલ અને સદર પૂજારીના પિતા પાટણ પોલીસ તંત્ર ની અંદર એક જમાદાર તરીકેની પોસ્ટ ઉપર ફરજ બજાવતા હોય તેઓએ પણ સત્તા નો દુર ઉપયોગ કરી મંદિરનો કબજો મેળવવા માટે પોતાના દીકરાને મદદગારી કરી ટ્રસ્ટીઓને વારંવાર એકથી વધુ વખત બિન જામીનપાત્ર ગુનામાં સંડોવી દેવાની ધાક ધમકી આપી તમે આ મંદિરમાં પગ મુકશો તો તમને બળાત્કાર જેવા ગંભીર પ્રકારના અને બિનજામીનપાત્ર ગુનામાં અંદર કરી દઈશ તેવી ધમકી આપતા ભયભીત બની ગયેલા મંદિરના વહીવટદાર સુનિલભાઈ વી સોનીએ પિતા પુત્ર બન્ને ની સામે પાટણ એ ડીવીઝન પોલીસને ફરિયાદ આપેલી જે ફરિયાદ પાછી ખેંચી લેવા ભરતભાઈ જમાદારે તેની પત્ની અલકાબેન ભરતભાઈ રાવલ મારફતે સુનિલભાઈ સોની નાં ચારિત્ર્ય ને દાગ લાગે તેવી ફરિયાદ એ ડીવીઝન પોલીસ માં આપી હતી.જેની પોલીસ દ્વારા તપાસ કરતા કંઈ તથ્ય ન જણાતાં પોલીસ દ્વારા ફરિયાદ ફાઈલ કરી હોવાનું જાણવા મળ્યું છે. તો આ સંસ્થાના પાટણ લોકલ કમિટીના પ્રમુખ એવા સુનિલભાઈ સોની પટોળાના પ્રતિષ્ઠિત વેપારી હોય તેમની સામે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવવાના કરાયેલા આક્ષેપ બદલ સુનિલભાઈ સોની દ્વારા બદનક્ષી ની ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.


ત્યારે ગઈકાલે રાત્રે આ મંદિરની અંદર જબરદસ્તી કબજો મેળવવા માટે મંદિરના તાળા તોડી પિતા-પુત્ર ઘુષણ ખોરી કરતા અને આ બાબતે આખરે ટ્રસ્ટીઓ અને સમગ્ર સોની સમાજને જાણ થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડતા સમગ્ર સોની સમાજ મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યો હતો. અને ધટના સ્થળે ટોળેટોળા એકત્ર થતા પોલીસે ધટના સ્થળે દોડી આવી પૂજારી ની ધરપકડ કરવામાં આવેલી અને તેને આખો દિવસ લોક અપ માં પુરી રાખી મોડી સાંજે બંને પક્ષ ના પોલીસ દ્વારા પાકા જામીન લેવરાવી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસે તકેદારી રાખી મંદિર પરિસર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.