#PATAN : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના બાળ મંડળ દ્વારા વ્યસન મુક્તિ ની જાગૃતિ માટે રેલી નું આયોજન કરવામાં આવ્યું..

વ્યસન મુક્તિ માટે નાં સ્લોગન સાથે નાં બેનરો હાથમાં ધારણ કરી બાળ મંડળ ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું..

BAPS સ્વામિનારાયણ સંસ્થા, પાટણ દ્વારા ‘વ્યસન મુક્તિ’ અભિયાન અંતર્ગત મંગળવારના રોજ ‘D.Y.S.P. એસ.એ.ગોહિલ ‘દ્વારા ભગવાન સ્વામિનારાયણ ને હાર પહેરાવી વ્યસન મુક્તિ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


આ વ્યસન મુક્તિ રેલીમાં બાલ મંડળ નિર્દેશક મુકેશભાઈ પટેલ, સૌરભભાઈ વાઘેલા, હિતેશભાઈ પરમાર, રમેશભાઈ મિસ્ત્રી, નરેશભાઈ મોદી તથા બાલ મંડળના યુવકો જોડાયા હતા.
વ્યસન મુક્તિ માટે નિકળેલ આ રેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતેથી નિકળી જલારામ મંદિર ચોક, સુભાષ ચોક, મેઈન બજાર, બગવાડા દરવાજા,ગાયત્રી મંદિર થઈને નીજ મંદિરે પરત ફરી હતી.


વ્યસન મુક્તિ રેલીમાં વ્યસનથી દૂર રહેવાની અપીલ કરતાં વિવિધ બેનરો સાથે નિકળેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકો વ્યસનોથી દૂર રહે તે રહેલો હોવાનું આયોજન કતૉઓએ જણાવ્યું હતું.


આ વ્યસન મુક્તિ રેલીનું સુંદર આયોજન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા નાં ગુરુવર્ય મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ બીએપીએસ સંસ્થાના દરેક મંદિરમાં આજરોજ વ્યસનમુક્તિ રેલી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પણ વ્યસનમુક્તિ રેલી નું સુંદર આયોજન કરી લોકોને વ્યસનથી દૂર રહેવા સંદેશ પાઠવ્યો હતો.