#PATAN_CITY : નગરપાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા ચોમાસા પૂર્વે કેનાલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી..

સ્વચ્છતા શાખાના ચેરમેન દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા શહેરીજનોને અપીલ કરવામાં આવી..

પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરની કેનાલો,અંડર ગ્રાઉન્ડ નાળાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
પાલિકા ની સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા સફાઈ અભિયાન કામગીરી વેગવંતી બનાવવાની સાથે સાથે આગામી ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા અંડર ગ્રાઉન્ડ નાળાઓ અને કેનાલો ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ ગોલ્ડન ચોકડી પાસે ની કેનાલની જેસીબી મશીન ની મદદથી સફાઈ અભિયાન કામગીરી હાથ ધરી કેનાલમાં એકત્રિત કચરો ઉલેચી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવી હતી.
સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે શહેરીજનો ને સ્વચ્છતા બાબતે અપીલ કરતા જણાવ્યું હતું કે આ શહેર આપડું છે અને તેને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા જાહેર માગૅ પર કે કેનાલોમાં કચરો ન ફેકતા ડસ્ટબીન નો ઉપયોગ કરવા અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ કચરો એકત્ર કરવા નિકળે તેમને આપી શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા સહીયોગ આપવા જણાવ્યું હતું.